વનિતા વિશ્રામ મહિલા વિશ્વવિદ્યાલય, સુરતના ગુજરાતી અને હિન્દી વિભાગો દ્વારા તા. 09 ઑગસ્ટ, 2024ના શુક્રવારે ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યુનિવર્સિટીના પ્રો વોસ્ટ તથા ગુજરાતી અને હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ બંને વિભાગની ત્રણે વર્ષની વિદ્યાર્થિનીઓ તથા અધ્યાપિકાઓએ મળીને માહિતી, વાતચીત, ગીત-નૃત્ય જેવી પ્રવૃત્તિઓ કરી-કરાવીને ‘આદિવાસી દિવસ’ની ઉજવણી કરી વિશ્વના તમામ આદિવાસીઓને શુભેચ્છાઓ પાઠવી.