नमस्ते शारदे देवी सरस्वती मतिप्रदे ।
वसत्वं मम जिह्वाग्रे सर्वविद्या प्रदा भव ।
માતા સરસ્વતીનાં આ પવિત્ર સ્તોત્રોચ્ચાર સાથે વનિતા વિશ્રામ મહિલા વિશ્વવિધાલય VVWU , સુરતના મુખ્ય કાર્યાલય ખાતે માતા સરસ્વતી મૂર્તિ સ્થાપન આજના દત્ત જયંતી ના પાવન દિવસે દત્ત બાવની થી શરૂઆત કરી વિધિ અને ભક્તિના ભાવથી પૂર્ણ કરાઈ હતી. જ્ઞાન, વિવેક અને કળાનાં અધિષ્ઠાત્રી દેવી તરીકે પૂજનીય માતા સરસ્વતીનાં ચરણોમાં વિશ્વવિદ્યાલય પરિવાર દ્વારા ભાવપૂર્વક નમન અર્પણ કરવામાં આવ્યું.
આ શુભ અવસરે શ્રી કૃપલાણી ટી. દેસાઈ, માનનીય અધ્યક્ષ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, VVWU તથા માનનીય અધ્યક્ષ, વનિતા વિશ્રામ, સુરત; શ્રી પ્રવીણ ટી. વોરા, માનનીય ઉપાધ્યક્ષ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, VVWU તથા માનનીય ઉપાધ્યક્ષ, વનિતા વિશ્રામ, સુરત; માનનીય પ્રો. ડો. દક્ષેશ ઠાકર, પ્રોવોસ્ટ; શ્રી મનહર સી. દેસાઈ, સેક્રેટરી, વનિતા વિશ્રામ, સુરત; રજિસ્ટ્રાર ડૉ. આર. ડી. પટેલ, વિવિધ ફેકલ્ટીઓના ડીન્સ, વિભાગપ્રમુખો (HoDs) તેમજ વિશ્વવિદ્યાલયના અન્ય સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા.
માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપન વિધિ દરમ્યાન સર્વે મહાનુભાવો અને ઉપસ્થિત સભ્યો દ્વારા શાંતિ, જ્ઞાનપ્રાપ્તિ અને વિદ્યાવિકાસની ભાવના સાથે પ્રાર્થના કરવામાં આવી. વિશ્વવિદ્યાલયના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ માતા સરસ્વતીના ચરણોમાં પુષ્પઅર્પી, સર્વાંગી વિકાસ અને ઉજ્જ્વલ ભવિષ્ય માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
આ પવિત્ર કાર્યક્રમે વિશ્વવિદ્યાલયના જ્ઞાનસંસ્કારને વધુ પાયો મજબૂત બનાવ્યો છે અને આગળના શૈક્ષણિક પ્રવાહમાં નવી ઊર્જા અને પ્રેરણા પ્રદાન કરી છે.