રસસૂત્રથી નવ્યવિવેચન” વિષય પર એક વિશિષ્ટ પ્રવચન

ગુજરાતી વિભાગ, સ્કૂલ ઑફ હ્યુમાનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સિસ, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી, સુરત દ્વારા તા. 28 સપ્ટેમ્બર, 2026 ના રોજ “રસસૂત્રથી નવ્યવિવેચન” વિષય પર એક વિશિષ્ટ Guest Lecture Session નું આયોજન કરવામાં આવ્યું હતું.


આ વ્યાખ્યાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓને ભારતીય તથા અર્વાચીન સાહિત્યવિવેચનની પરંપરા અને તેના વિવિધ સિદ્ધાંતો અંગે માહિતગાર કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓને રસસિદ્ધાંતથી નવ્યવિવેચન સુધીના વિવેચનપ્રવાહોનો પરિચય પ્રાપ્ત થયો તેમજ સાહિત્યના ગહન અભ્યાસ અને મૂલ્યાંકન માટે નવી દૃષ્ટિ પ્રાપ્ત થઈ.
 
કાર્યક્રમના વક્તા તરીકે ડૉ. નરેશ શુક્લ સાહેબે ઉપસ્થિત રહી વિષયનું વિસ્તૃત અને રસપ્રદ નિરૂપણ કર્યું. તેમના વ્યાખ્યાન દ્વારા વિદ્યાર્થિનીઓને સાહિત્યવિવેચનનાં વિવિધ પાસાંઓની સમજ પ્રાપ્ત થઈ. તેમણે વિદ્યાર્થિનીઓની સાથે અર્થપૂર્ણ સંવાદ પણ કર્યો.
 
આ કાર્યક્રમમાં કુલ 85 વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી અને વ્યાખ્યાનનો લાભ લીધો.
કાર્યક્રમનું આયોજન માનનીય પ્રોવોસ્ટ ડૉ. દક્ષેશ ઠાકર સાહેબ તથા રજિસ્ટ્રાર ડૉ. આર. ડી. પટેલ સાહેબ અને સ્કૂલ ઑફ હ્યુમાનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સિસના ડીન ડૉ. આદિત્ય ફરસોલેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.