વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ હ્યુમાનિટીસ એન્ડ સોશલ સાઇન્સિસના હિન્દી અને ગુજરાતી વિભાગની શિક્ષિકાઓએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના Malaviya Mission Teacher Training Centre (MMTTC), Guru Ghasidas Vishwavidyalaya, Bilaspur દ્વારા આયોજિત Faculty Induction Programme (FIP) સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.
આ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને હિન્દી અને ગુજરાતી વિભાગની શિક્ષિકાઓએ સતત શૈક્ષણિક વિકાસ અને ગુણવત્તાયુક્ત અધ્યાપન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તાલીમ દરમિયાન પ્રાપ્ત થયેલા જ્ઞાન, નવીન વિચારો અને અધ્યાપન પદ્ધતિઓનો ઉપયોગ વર્ગખંડમાં વધુ અસરકારક અને વિદ્યાર્થીકેન્દ્રિત શિક્ષણ માટે કરવામાં આવશે.
આ સફળતા બદલ યુનિવર્સિટીના માનનીય પ્રોવોસ્ટ તથા ‘સોહાસ’ના ડીન દ્વારા શિક્ષિકાઓને અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.