




વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના હિન્દી વિભાગમાં પ્રોવોસ્ટ ડૉ.દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ ‘વિશ્વ હિન્દી દિવસ’ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે સ્કૂલ ઓફ હ્યુમીનીટીઝ એન્ડ સોશિયલ સાયન્સના ડીન ડૉ. આદિત્ય ફર્સોલે ઉપસ્થિત રહ્યા હતા.
વિભાગની 160 જેટલી વિદ્યાર્થિનીઓ તેમજ હિન્દી અને ગુજરાતી વિભાગની અધ્યાપિકાઓની હાજરીમાં વિશ્વ હિન્દી દિવસ તથા હિન્દી ભાષાનું મહત્વ વિશે ચર્ચા કરતાં નાટક, કાવ્ય પઠન, દોહા ગાન, પોસ્ટરો તેમજ વ્યાખ્યાન દ્વારા કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે હિન્દી વિભાગના અધ્યાપિકા મુક્તિ રાઠોડ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.