વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીમાં સામાજિક કાર્યકર અને ‘વિશ્વગ્રામ’ના સંજય-તુલા દ્વારા “આઓ બનાએ ગુજમીર” સ્નેહસંગીત યાત્રા અન્વયે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કશ્મીરી સૂફી લોકગાયક ગુલઝાર અહમદ ગનાઇનો સંગીત સમારોહ 16 ડિસેમ્બર 2024 ના રોજ યોજાયો હતો.
આ સંગીત સમારોહનું દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન શ્રી ક્રિપલાણી ટી. દેસાઈ, ચેરમેન, વનિતા વિશ્રામ, સુરત અને શ્રી પ્રવીણ ટી. વોરા, વાઇસ ચેરમેન, વનિતા વિશ્રામ, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. કાશ્મીરને દેશની મુખ્ય ધારા સાથે જોડવા માટે યોજાયેલ આ સંગીત સમારોહમાં સંગીત દ્વારા કશ્મીરના લોકોના વિચાર-વર્તન-સંસ્કૃતિને સંગીતના માધ્યમ શ્રી ગુલઝાર ગનાઇ અને તેમના સાથી કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. દક્ષેશ ઠાકર દ્વારા ગુલઝાર અહમદ ગનાઇનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન માનનીય પ્રોવોસ્ટ ડૉ. દક્ષેશ ઠાકરના સહયોગ અને પ્રેરણાથી સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડૉ. પ્રતિમા શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.