


વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી, સુરતના ગુજરાતી વિભાગ દ્વારા વર્ગખંડ પ્રવૃત્તિ અંતર્ગત ‘મેઘાણી જયંતિ’ ઉજવવામાં આવી. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ વિભાગની અધ્યાપિકાઓ અને વિદ્યાર્થિનીઓએ મળીને મેઘાણીરચિત ગીતો તથા મેઘાણીસંપાદિત લોકગીતો ગાયાં. મેઘાણીની વાર્તાનું પઠન અને તેમના જીવન-સર્જન વિશે ચર્ચા કરી.