ગુજરાતી વિભાગ દ્વારા 6 સપ્ટેમ્બર 2023ના રોજ બી. એ. ગુજરાતીના વિદ્યાર્થીઓ માટે ‘ગુજરાતની સંસ્કૃતિ’ વિષય પર નિષ્ણાંતના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતી વિભાગ, VNSGU ના પ્રોફેસર ડૉ. નરેશ શુક્લ દ્વારા ગુજરાતની સંસ્કૃતિ, સમાજ અને સંસ્કૃતિ, માન્યતાઓ, રીતિ- રિવાજો ,પરંપરાઓ, પહેરવેશ અને ખાનપાન જેવી બાબતો પર ઉદાહરણ સહિત વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ વ્યાખ્યાનમાં પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષના ૧૧૦ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના માનનીય પ્રોવોસ્ટ ડૉ. દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ સુશ્રી પ્રિયંકા પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.