વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા જોબ ઉત્સવ 2024 ‘ નું આયોજન
——–++—————————
વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા નાન્દી ફાઉન્ડેશન- મહિન્દ્રા પ્રાઈડ ક્લાસરૂમ’ ના સહયોગથી ‘જોબ ઉત્સવ 2024’ નું આયોજન શૈક્ષણિક વર્ષ 2024-25 માં અભ્યાસ પૂર્ણ કરનાર તથા શૈક્ષણિક વર્ષ 2023-24 માં અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીનીઓ માટે તારીખ 26 ડિસેમ્બર 2024 ના રોજ વનિતા વિશ્રામ સંકુલમાં કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં શ્રી ક્રિપ્લાની ટી. દેસાઈ, પ્રેસિડેન્ટ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી, ચેરમેન, વનિતા વિશ્રામ સુરત; શ્રી પ્રવીણ ટી. વોરા, વાઈસ પ્રેસિડેન્ટ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી, વાઇસ ચેરમેન, વનિતા વિશ્રામ સુરત; શ્રી મનહર દેસાઈ, સેક્રેટરી, વનિતા વિશ્રામ સુરત; તથા ડો. દક્ષેશ ઠાકર, પ્રોવોસ્ટ, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. દક્ષેશ ઠાકરે ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં સ્ત્રીઓનું સ્થાન સમાજમાં વધારે મોભાદાર બની રહ્યું છે તે આનંદનો વિષય છે. સમાજનો અડધો હિસ્સો જે છે તે બહેનો પગભર થાય તે આપણાં સમયની માંગ છે.
આ રોજગાર મેળામાં 25થી વધુ વિવિધ ક્ષેત્રે નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો જે અંતર્ગત 500 થી વધુ વિદ્યાર્થીનીઓએ રોજગાર મેળવવા માટે દાવેદારી નોંધાવી હતી.
આ ઈન્ટરવ્યુમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને ઈન્ટરવ્યુ માટેની પૂર્વ તાલીમ નાન્દી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી હતી. આ જોબ ઉત્સવ દરમિયાન 120 થી વધુ વિદ્યાર્થીનીઓની પસંદગી વિવિધ કંપનીઓ દ્વારા કરવામાં આવી હતી. આ જોબ ઉત્સવ 2024નું આયોજન વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડૉ.દક્ષેશ ઠાકરની પ્રેરણાથી ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ ઓફિસર મિસ ફોરમ ધરસંડિયા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.