વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીની એન્ટીરેગિંગ કમિટી અને એન્ટી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી દ્વારા ‘અવેરનેસ થ્રુ ડોક્યુમેન્ટરી’ કાર્યક્રમનું આયોજન નેશનલ એન્ટીરેગિંગ વીક ની ઉજવણીના ભાગરૂપે પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓ માટે તારીખ 12 તથા 13 ઓગસ્ટ 2024 ના રોજ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીની કુલ 1686 વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ ભવિષ્યમાં રેગિંગ નહીં કરવા માટેની શપથ લીધી હતી. આ કાર્યક્રમનું સંચાલન વનિતા વિશ્રામ વિમન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકર ના માર્ગદર્શન હેઠળ એન્ટી સેક્સ્યુઅલ કમિટી તથા એન્ટીરેગિંગ કમિટીના ચેરમેને અન્ય કમિટી સભ્યોની મદદથી કર્યું હતું.
@ugcindia @c4yindia
#yaARIYouthAgainstRagging
#VVWU #SayNoRagging