Traffic and Cybersecurity Awareness Programme
વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સીટી દ્વારા “માર્ગ સલામતી ટ્રાફિક એજ્યુકેશન જનજાગૃતિ કાર્યક્રમ” નું આયોજન
તા. ૨૩/૦૯/૨૦૨૨ ના રોજ સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ડીસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સીટી અંતર્ગત સ્કુલ ઓફ કોમર્સ એન્ડ બીઝનેસ મેનેજમેન્ટ તથા યુનીવર્સીટી ના એન એસ.એસ. યુનિટ દ્વારા, ડીન ડો. અભિલાષા અગરવાલના માર્ગદર્શન હેઠળ, ડીસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી ના પ્રમુખશ્રી શ્રી બ્રિજેશકુમાર વર્મા દ્વારા “માર્ગ સલામતી ટ્રાફિક એજ્યુકેશન જનજાગૃતિ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વનિતા વિશ્રામના વાઈસ ચેરમેન શ્રી પ્રવીણ વોરા, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો. દક્ષેશ ઠાકર, આર.ટી.ઓ. ઓફિસર શ્રી એમ.આર.ગજ્જર તથા ટ્રાફિક પોલીસ વિભાગ માંથી શ્રી વી બી. દેસાઈ (પી. આઈ.- રીજીયન – ૩) તથા પી.એસ.આઈ. શ્રી એમ. આર. પરમાર અને પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રી બ્રિજેશકુમાર વર્માએ પોતાના જ્ઞાન અને બહોળી સમજનો લાભ કોલેજની લગભગ ૩૦૦ જેટલી વિદ્યાર્થીનીયો અને શિક્ષકોને પૂરો પાડ્યો હતો. મુખ્ય વક્તા એ પોતાના વક્તવ્યમાં વાહન વ્યવહાર અને ટ્રાફિકને લગતું સામાન્ય જ્ઞાન, અકસ્માત જેવી ગંભીર સમસ્યા નિવારવાના વિકલ્પો, ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી થતા લાભો, સરળ કોમ્પ્યુટરાઈઝડ પદ્ધતિ દ્વારા ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા તેમજ mParivahan અને DigiLocker Application વિષે ઓડિયો-વિઝ્યુઅલ ક્લિપ્સ દ્વારા વિદ્યાર્થીનીયોને ઊંડી સમજ પૂરી પાડી હતી. તદુપરાંત એમને આજ પછી ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ રેહવા આહવાન કરી પ્રતિજ્ઞા લેવડાવી હતી.
આ સાથે આર.ટી.ઓ. ઓફિસર શ્રી એમ.આર.ગજ્જર સાહેબ એ ગુડસમેરીટર્નસ (ભલા વ્યક્તિ) તરીકે ની સમજણ પૂરી પાડી હતી તથા ડીસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી ના મહામંત્રી શ્રી હિતેશભાઈ રાણા એ સાઈબર ક્રાઈમ, સોશ્યલ નેટવર્કિંગ સાઈટસના દુરુપયોગ દ્વારા આચરાતા ગંભીર ગુનાઓ, ફ્રોડ જેવી બાબતો વિષે વિદ્યાર્થીનીયોને માહિતગાર કરી એના સમાધાનો તથા એવી સમસ્યાઓનો નીડરતા પૂર્વક સામનો કરવા માટે પ્રેરિત કર્યા હતા.
આ અવસરે કોલેજના ડીન ડો. અભિલાષા અગરવાલે પણ આ પ્રકારના સેમીનાર નો વિદ્યાર્થી જીવનમાં મહત્વ સમજાવી, શ્રી બ્રિજેશકુમાર વર્મા, શહેર ટ્રાફિક પોલીસ અને ડીસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી તેમજ ટ્રાફિક પોલીસ રીજીયન ૩ ના અધિકારીશ્રી નો ખૂબ-ખૂબ આભાર માની સૌને સુખમય અને સુરક્ષિત જીવન માટે સુભેછાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. હીના દલાલ, ડો. અવની શાહ તથા ડો. પદ્મશ્રી પટેલ એ કર્યું હતુ.